Navgujarat Samayhttp://navgujaratsamay.indiatimes.comNavgujarat Samay brings the Latest & Top Breaking News on Politics and Current Affairs in India & around the World, Cricket, Sports, Business, Bollywood News and Entertainment, Science, Technology, Health & Fitness news & opinions from leading columnists.hiCopyright:(C) 2016 Bennett Coleman & Co. http://in.indiatimes.com/policyterms/1554651.cmshttp://navgujaratsamay.indiatimes.com/photo/28182221/logo.jpgNavgujarat Samayhttp://navgujaratsamay.indiatimes.comTue, 19 Apr 2016 01:30:48 GMTવધુ એક વખત પાટીદારો સાથેની સરકારની બેઠક રહી અનિર્ણિતhttp://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/Meeting-with-Patidar-did-not-reached-to-any-decision/articleshow/51880826.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51880977/photo-Nitin Patel.jpg" />મહેસાણાની ઘટના બાદ પાસ અને એસપીજીના બહિષ્કાર વચ્ચે સરકારના મંત્રીઓ અને પાટીદારોની બેઠક યોજાઈ
નવગુજરાત સમય ડોટ કોમ

અમદાવાદ: રવિવારે જેલભરો આંદોલન દરમિયાન થયેલા તોફાનો બાદ આજે ગાંધીનગરમાં અગાઉથી નક્કી કરાયા મુજબ સરકારના મંત્રીઓ અને પાટીદારો વચ્ચે પાટીદાર અનામત આંદોલનને શાંત પાડવાનો રસ્તો શોધવા મીટિંગ યોજાઈ હતી. જોકે, મહેસાણાની ઘટનાને પગલે પાસ અને એસપીજી દ્વારા આ મીટિંગનો વિરોધ કરાયો હતો. આ બેઠકમાં 15 પાટીદાર અગ્રણીઓએ ભાગ લીધો હતો. જોકે, બેઠક કોઈ નિર્ણય સુધી પહોંચી શકી ન હતી અને સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદારોની માગણીઓ અંગે હજુ એક વખત મિટિંગ કરવામાં આવશે.

પાટીદાર અગ્રણીઓ સાથે 3 કલાક ચાલેલી બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં 31 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે સીએમને જાણ કરીશું. તેમણે પાટીદાર આંદોલનનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાની વાત કરતા કહ્યું કે, હવે બીજા મુદ્દા ન ઉમેરાય તે જરૂરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, મામલાનો વાતચીત દ્વારા જ ઉકેલ આવશે અને યોગ્ય ઉકેલ આવશે તેનો સરકારને વિશ્વાસ છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકાર પાટીદારોની મોટાભાગની માગણીઓ અંગે હકારાત્મક છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બેઠકમાં મુખ્ય 3 મુદ્દા પર ચર્ચા થઈ હતી. જોકે, તેમણે એ મુદ્દાઓ અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.

બેઠકમાં સિધસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ, ઊંઝા ઉમિયાધામ, ખોડલ ધામ, સરદાર ધામ અને વિશ્વ પાટીદાર સમાજના અગ્રણીઓ મળી કુલ 15 આગેવાનોએ ભાગ લીધો હતો. તો સરકાર પક્ષે નીતિન પટેલની આગેવાનીમાં ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા, સૌરભ પટેલ, શંકર ચૌધરી, રમણલાલ વોરા સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા.

આ બેઠકનો વિરોધ કરતા પાસના કન્વીનર વરુણ પટેલે સરકાર સાથે બેઠક કરવા ગયેલા પાટીદારોને સમાજ સાથે નહીં પણ સરકાર સાથે હોવાનું જણાવતા કહ્યું કે, કહેવાતી પાટીદાર સંસ્થાઓના આગેવાનોને શરમ આવવી જોઈએ કે ગઈકાલે પાટીદારો પર થયેલા દમન પછી પણ તેઓ આજે સરકાર સાથે બેઠક કરવા ગયા.

તો એસપીજીએ કહ્યું કે, 'બેઠકમાં ગયેલા લોકોએ વિચારવું જોઈએ કે સરકાર 9 મહિનાથી માત્ર બેઠકો જ કરે છે. સમાધાનની કોઈ ફોર્મ્યુલા રજૂ કરવામાં આવતી નથી. લાલજીભાઈ પર થયેલા હુમલા બાદ આવી સંસ્થાઓએ પણ બેઠકનો બહિષ્કાર કરવો જોઈએ'

]]>
Article at Navgujaratsamay.com:51880826Mon, 18 Apr 2016 13:56:50 GMT
મહેસાણાઃ ગૃહમંત્રીના ઘરને ટોળાંએ આગ ચાંપી http://navgujaratsamay.indiatimes.com/gujarat/north-gujarat/mob-attack-on-rajni-patel-home/articleshow/51879243.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51879290/photo-rajni patel.jpg" />મોઢેરા ચોકડી પાસે આવેલા ગૃહમંત્રીના ઘરને 25મી ઓગસ્ટ બાદ ફરી એક વખત નિશાન બનાવાયું
નવગુજરાત સમય.કોમ, અમદાવાદ

25 ઓગસ્ટે બનેલી ઘટનાનું ફરી પુનરાવર્તન થયું છે. રવિવારના જેલ ભરો આંદોલન બાદ મહેસાણામાં વાતાવરણ તંગદિલીભર્યું બન્યું હતું. બંધના એલાનના કારણે લગભગ શાંતિ જેવો માહોલ હતો તે વચ્ચે ટોળાંએ રાજ્યના ગૃહ મંત્રી રજની પટેલના ઘરને નિશાન બનાવ્યું છે. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે, અને આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી આરંભી દેવાઈ છે.

સ્થાનિક ટીવી રિપોર્ટમાં આવેલા અહેવાલ મુજબ, મહેસાણામાં ગઈકાલની સ્થિતિ બાદ આજે વાતાવરણ એકદમ શાંત હતું ત્યાં મોઢેરા રોડ પર આવેલા રજની પટેલના ઘરને ટોળાએ આગને હવાલે કરી દીધું છે. બંધના કારણે મહેસાણામાં શાંતિ પ્રવર્તિ ગઈ હતી છતાં મોઢેરા રોડ અને રાધનપુર રોડ પર વાતાવરણ તંગદિલીભર્યું જોવા મળી રહ્યું છે. પાટીદારોની બહુમતીવાળા વિસ્તારમાં રજની પટેલના મકાનને ટોળાએ આગને હવાલે કર્યું છે ત્યારે આ ટોળું પણ પાટીદારોનું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બનાવના સ્થળ પર પહોંચેલી પોલીસ પણ ફુંકી ફુંકીને પગ મૂકી રહી છે. સાથે મામલો વધુ બિચકે નહીં તેની પણ પોલીસ દ્વારા તકેદારી હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર બનેલી ઘટના બાદ ટોળાએ રજની પટેલના ઘરને નિશાન બનાવ્યું હતું અને તોડફોડ કરી હતી.

]]>
Article at Navgujaratsamay.com:51879243Mon, 18 Apr 2016 11:52:51 GMT
IPL: મુંબઈ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ http://card.navgujaratsamay.indiatimes.com/?matchid=3063<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51881143/photo-IPL2.jpg" />આઈપીએલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો
આઈપીએલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

]]>
Article at Navgujaratsamay.com:51881108Mon, 18 Apr 2016 14:26:14 GMT
આ મહિલાને ગર્ભાશય અને વજાઈના જ નથી!http://navgujaratsamay.indiatimes.com/international/europe/Woman-born-without-womb-cervix-and-vagina-reveals-heartbreak-over-condition-that-means-shell-never-have-children/articleshow/51883502.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51883566/photo-Woman.jpg" />જોઆના જિનોલીની ઉંમર 27 વર્ષની છે.તેના શરીરમાં ગર્ભાશય, સર્વિક્સ (ગર્ભાશયનો છેડો) અને વજાઈના છે જ નહીં!
લંડન: જોઆના જિનોલીની ઉંમર 27 વર્ષની છે.તેના શરીરમાં ગર્ભાશય, સર્વિક્સ (ગર્ભાશયનો છેડો) અને વજાઈના છે જ નહીં! એનો અર્થ એ થયો કે તે ક્યારેય મા બની શકશે નહીં. સામાન્ય યુવતીઓની જેમ પીરિયડ્સ ન આવતા તે ડોક્ટર પાસે ગઈ ત્યારે તેને પહેલી વખત પોતાની બીમારી વિશે જાણવા મળ્યું.

બીબીસી મેગેઝીનના રિપોર્ટ મુજબ જોઆના રોકિટાંસ્કી સિન્ડ્રોમથી પીડિત છે અને ડોક્ટરોને તપાસ કરી તો જાણ થઈ કે તેના શરીરમાં 'વજાઈનલ ટનલ' એટલે કે યાનીનો રસ્તો નથી. 17 વર્ષની ઉંમરમાં ડોક્ટરોએ તેનું એક મોટું ઓપરેશન કર્યું હતું, જેથી તે સેક્સ કરી શકે.

રોકિટાંસ્કી સિન્ડ્રોમ અંગે કહેવાય છે કે, 5000 મહિલાઓમાંથી એકને તે પ્રભાવિત કરે છે. તેમાં ગર્ભાશય, સર્વિક્સ અને વજાઈનાનો ઉપરનો ભાગ કાં તો નથી હોતો કે પછી અવિકસિત હોય છે. પંરતુ તેની ઓવરી કે અંડાશય બની રહ્યું હોય છે અને જનનાંગ હોય છે. સ્તનોનો વિકાસ પણ હોય છે અને પ્યુબિક હેર પણ હોય છે.

જોઆના એથેન્સમાં રહે છે, ત્યાં વજાઈનાની સર્જરી કરાવવી ઘણી મોટી વાત નથી. પરંતુ આ ઓપરેશન પછી તેની તકલીફ વધી ગઈ, કેમકે યોનીનો રસ્તો 'સાંકડો અને નાનો' હતો. તેને મોટો કરાવવા માટે જોઆનાને ફરીથી ઓપરેશન કરાવવું પડ્યું. જોઆના કહે છે કે, તે શારીરિક રીતે તંદુરસ્ત છે, પરંતુ પોતાની આ સ્થિતિ માટે ભાવનાત્મક રીતે સંઘર્ષ કરવો પડે છે.

21 વર્ષની ઉંમરે જોઆનાના લગ્ન નક્કી થયા હતા, પરંતુ પાર્ટનરે તેની શારીરિક સ્થિત વિશે જાણ્યા પછી સંબંધ તોડી નાંખ્યો હતો. ઓપરેશનના 10 વર્ષો પછી જોકે સંઘર્ષ હજુ પણ ચાલુ છે, પંરતુ જોઆના હવે તેના માટે શરમ નથી અનુભવતી. તેને ખબર છે કે તેને બદલવા માટે કંઈ કરી શકાય તેમ નથી.

]]>
Article at Navgujaratsamay.com:51883502Mon, 18 Apr 2016 16:55:41 GMT
મહિલાએ મંગાવ્યું પનીર, સાથે મળ્યું કોન્ડમ! http://navgujaratsamay.indiatimes.com/national/woman-orders-food-online-allegedly-finds-condom-inside-in-jamshedpur/articleshow/51883150.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51883217/photo-Paneer.jpg" />ઝારખંડના જમશેદપુરમાં ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરનારી મહિલાના હોશ એ સમયે ઉડી ગયા જ્યારે પેકેટ ખોલવા પર તેમાં ચિલી પનીરની સાથે કોન્ડમ પણ જોવા મળ્યું
જમશેદપુર: ઝારખંડના જમશેદપુરમાં ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરનારી મહિલાના હોશ એ સમયે ઉડી ગયા જ્યારે પેકેટ ખોલવા પર તેમાં ચિલી પનીરની સાથે કોન્ડમ પણ જોવા મળ્યું. મહિલાએ તેની ફરિયાદ નોંધાવી છે. તેના એક મિત્રએ સોશયલ મીડિયા સાઈટ ફેસબુક પર ખાવાના પેકેટના ફોટા સાથે આ જાણકારી શેર કરી છે.

ફેસબુક પોસ્ટ મુજબ, જમશેદપુરના આદિત્યપુરમાં રહેતી આ મહિલાએ તાજેતરમાં જ લોન્ચ થયેલી એક ફૂડ એપ દ્વારા 'ડોસા હટ' નામના રેસ્ટોરન્ટમાંથી ચિલી પનીર મંગાવ્યું હતું. તેનો આરોપ છે કે પેકેટમાં ખાવાની સાથે તેમાં એક કોન્ડમ પણ હતું.

જોકે, રેસ્ટોરન્ટે આ મામલે પોતાની ભૂલ માનવાનો ઈનકાર કરી દીધો છે. એક અંગ્રેજી ન્યૂઝ પેપર મુજબ, રેસ્ટોરન્ટ માલિક સુદીપ દત્તે આરોપ લગાવ્યો છે કે, મહિલાએ જાતે જ કોન્ડમ પેકેટમાં મૂક્યો છે.

]]>
Article at Navgujaratsamay.com:51883150Mon, 18 Apr 2016 16:35:43 GMT
એન્ડ્રોઈડ ફોન પર પોર્ન તો નથી જોતાને તમે?http://navgujaratsamay.indiatimes.com/photo-mazza/-/photoshow/51876590.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51876655/photo-P6.jpg" />ચાર એવા કારણો કે જેના લીધે તમારે એન્ડ્રોઈડ પર પોર્ન જોવાનું ટાળવું જોઈએ
ભારતમાં ઘણા લોકો ઈન્ટરનેટ પર પોર્ન જુએ છે. કમ્પ્યુટર અને લેપટોપના બદલે સ્માર્ટફોન દ્વારા વધુ લોકો ઈન્ટરનેટથી જોડાયેલા છે. માટે મોબાઈલ પર પોર્ન જોનારાની સંખ્યા પણ તેના પર વધી રહી છે. લોકો ન માત્ર ગૂગલ પ્લે પર મોજૂદ એપ્સ દ્વારા પોર્ન જુએ છે, પરંતુ બ્રાઉઝર પર વેબસાઈટ્સ પણ સર્ફ કરે છે. પોર્ન જોવાનો મામલો સંપૂર્ણ પણે અંગત છે અને દેશમાં તેના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ પણ નથી. પરંતુ છતાંય કેટલાક એવા કારણ છે, જેના કારણે તમારે એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર પોર્ન જોવાનું ટાળવું જોઈએ. આગળ ક્લિક કરો અને વાંચો શું છે તેના કારણો.

]]>
Article at Navgujaratsamay.com:51876639Mon, 18 Apr 2016 09:07:24 GMT
બલ્ગેરિયામાં અજય દેવગણ માંડ-માંડ બચ્યોhttp://navgujaratsamay.indiatimes.com/entertainment/bollywood/Ajay-Devgns-extreme-difficult-shoot-in-Bulgaria/articleshow/51882115.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51882191/photo-Ajay Devgan1.jpg" />યુરોપના દેશ બલ્ગેરિયાના સૌથી ઊંચા પહાડ પર શૂટિંગ કરતી વખતે હાઇપોથર્મિયાથી બચ્યો છે
હજી ગયા મહિને જ અજય દેવગન તેની આગામી ફિલ્મ 'શિવાય' માટે એક કાર સિક્વન્સ શૂટ કરતી વખતે ભયાનક એક્સિડન્ટથી બચ્યો હતો. તો તાજેતરમાં જ તે યુરોપના દેશ બલ્ગેરિયાના સૌથી ઊંચા પહાડ પર શૂટિંગ કરતી વખતે હાઇપોથર્મિયાથી બચ્યો છે. આ પહાડની ટોચ સમુદ્ર સપાટીથી ૨૯૧૪ મીટર્સ ઊંચાઇ પર આવેલી છે. જ્યાં અસહ્ય ઠંડી હોય છે.

બનાસ્કોના પિરિન પહાડોમાં આવેલી વિહરેન પીક પર શૂટિંગ કરવાની આગલી રાત્રે જ આ જગ્યા પર હેવીસ્નો ફોલ થયો હતો. જેને કારણે તાપમાન માઇનસ ૧૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું થઇ ગયું હતું. આખું યુનિટ વૂલન્સના ઢગલા નીચે હતું ત્યારે આ સુપરસ્ટારને તેના કોશ્ચ્યુમ ટી શર્ટ અને જેકેટમાં રહેવાનું હતું. આટલું ઓછું હોય તેમ તેની ઉપર ઉડી રહેલા ચોપરે પણ આસપાસ ખૂબ જ સ્નો ઉડાડ્યો. આવી ખરાબ પરિસ્થિતિ અને ઉંચાઇ પર અજયે લગભગ ૪૦ મિનિટ શૂટિંગ કર્યું હતું.

રસપ્રદ રીતે, ૨૦૧૪માં વિહરેન પાર્કના બેઝમાં આવેલા એક રિસોર્ટમાં વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન કરાયું હતું. અને આ જગ્યા પર આવેલી શ્વાસ થંભાવી દે તેવી મોટી બરફની દિવાલે આ એક્ટરને અહીં શૂટિંગ કરવા પ્રેર્યો હતો. આ ટેક પૂરો થતા થતા ખૂબ જ ઠંડીને કારણે અજયને હાઇપોથર્મિયા થઇ ગયો હતો. ચિંતાતૂર ક્રુએ ફોન કોલ્સ કરીને બે સ્કી લિફ્ટ્સ દૂરથી એક ડોક્ટર જેમ તેમ કરીને મેનેજ કર્યા. બે દિવસનો રેસ્ટ લેવાનું કહેવાયું હોવા છતાં અને ખરાબ વાતાવરણ હોવા છતાં એક્ટર માત્ર ૩૦ મિનિટ્સમાં જ ઉભો થઇ ગયો હતો. હાઇપોથર્મિયાના ખતરા વચ્ચે અજય ભારે હિંમત દાખવીને તેના આ આશાસ્પદ ડાયરેક્ટોરિયલ ડેબ્યુ માટે શૂટિંગ ચાલુ રાખ્યું હતું.

]]>
Article at Navgujaratsamay.com:51882115Mon, 18 Apr 2016 15:28:43 GMT