Navgujaratsamayhttp://navgujaratsamay.indiatimes.comNavgujarat Samay brings the Latest & Top Breaking News on Politics and Current Affairs in India & around the World, Cricket, Sports, Business, Bollywood News and Entertainment, Science, Technology, Health & Fitness news & opinions from leading columnists.hiCopyright:(C) 2016 Bennett Coleman & Co. http://in.indiatimes.com/policyterms/1554651.cmshttp://navgujaratsamay.indiatimes.com/photo/28182221.cmsNavgujaratsamayhttp://navgujaratsamay.indiatimes.comMon, 18 Apr 2016 21:46:14 GMTકંપનીઓનો નવો મંત્ર: જાતીય સમાનતાના માહોલનું સર્જનhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51869637.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51869648.cms" />પુરુષોને નોકરી મેળવવા અથવા પ્રમોશન મળવાની શક્યતા મહિલાઓની તુલનાએ ત્રણ ગણી વધારે હોય છે
જાતીય ભેદભાવ વિના સમાન કામ માટે સમાન મહેનતાણું એક એવો ખ્યાલ છે કે જેને પ્રાપ્ત કરવા માટે વિશ્વ સંગઠિત થઈ રહ્યું છે. સંખ્યાબંધ કંપનીઓ પગારમાં જાતીય સમાનતા રહે તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ રહી છે, અમુક કંપનીઓ તો વ્યવસ્થામાં રહી ગયેલાં છિદ્રો પૂરવા માટે પે-ગેપ એનાલિસિસ પણ કરાવી રહી છે, તેમ છતાં આ એવું સપનું છે હજુ સુધી સાકાર થયું નથી. સમાન મહેનતાણું એ જાતીય સમાનતાનો મહત્ત્વનો હિસ્સો છે. ઇન્ક્લુઝિવ વર્કપ્લેસ માટે કામ કરતી બિન-નફાલક્ષી સંસ્થા કેટાલિસ્ટે તૈયાર કરેલા 'હાઈ પોટેન્શિયલ અન્ડર હાઈ પ્રેશર ઇન ઇન્ડિયા'ઝ ટેક્‌નોલોજી સેક્ટર' રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કારકિર્દીના ૧૨મા વર્ષમાંથી પસાર થઈ રહેલી મહિલાને કેવી રીતે પુરુષ કરતાં ~૩.૮ લાખ ઓછો પગાર મળે છે. કેટાલિસ્ટના અહેવાલમાં સંકેત કરાયો છે કે મહિલાઓની સ્થિતિ સુધારવા કંપનીઓ પ્રયાસ કરી રહી છે, તેમ છતાં પુરુષોને પ્રત્યેક સ્તરે નોકરી મેળવવા અથવા પ્રમોશન મળવાની શક્યતા મહિલાઓની તુલનાએ ત્રણ ગણી વધારે હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ મહિલાઓને નોકરી છોડવા માટે પ્રેરે છે. રિપોર્ટ અનુસાર એક્ઝિક્યુટિવ સ્તરની મહિલાઓમાં નોકરી છોડવાનો દર (૨૮ ટકા) તેમના પ્રતિનિધિત્વ (૧૪ ટકા)ની તુલનાએ બમણો છે. આ એટ્રિશન દર અન્ય કોઈ પણ સ્તર કરતાં વધુ છે. 'નવગુજરાત સમય'એ કામ કરવાના સ્થળે પુરુષો કરતાં મહિલા કર્મચારીઓને ઓછું વેતન મળવાના પ્રશ્નના મુદ્દે કેટલીક વુમન લીડર્સના વિચારો જાણ્યા હતા. કેલોગ ઇન્ડિયાનાં MD સંગીતા પેડુંરકરે જણાવ્યું છે કે, "મજબૂત પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ તથા કોઈ પણ પ્રકારનો જાતિબાધ ન હોય તેવા સમાન અવસર ધરાવતા માહોલના સર્જનથી 'ઇક્વલ પે કલ્ચર' વિકસી શકે છે." NSEનાં MD અને CEO ચિત્રા રામકૃષ્ણન્‌ના જણાવ્યા મુજબ શેરબજારમાં જાતિ-આધારિત ભેદભાવ રખાતો નથી તથા તે સમાન અવસર આપતી સંસ્થા છે. "અમારા કર્મચારી સમુદાયમાં ત્રીજા ભાગની મહિલાઓ છે, તેથી અમને વિશ્વાસ છે કે લોકોને તેમની આવડતના આધારે મહેનતાણું મળે છે." એવું તેમણે જણાવ્યું હતું. PwCનાં COO સત્યવતી બેરેરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની કંપનીમાં ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે ઓડિટિંગ ફર્મ એ વાતની ખાતરી રાખે છે કે કર્મચારીઓને જાતિ-આધારિત ભેદભાવ વિના વળતર મળે. "કોઈ રાગદ્વેષ છે કે નહીં તે ચકાસવા માટે અમે વાર્ષિક ધોરણે કવાયત પણ હાથ ધરીએ છીએ. અમે જાતીય સમાનતા સુનિશ્ચિત કરવા માટે ત્રિમાસિક ડેટાનું મૂલ્યાંકન કરીએ છીએ, જેથી કોઈ પણ અનિયમિતતા સામે આવી શકે, સુધારાત્મક પગલાં લઈ શકાય અને હાયરિંગ મેનેજર્સની સાથે ચર્ચા કરી શકાય." એવું તેમણે જણાવ્યું હતું. ANZ બેંગલુરુના MD પંકજમ્ શ્રીદેવીએ જણાવ્યું હતું કે, "વિવિધ નોકરીઓમાં પગારમાં સમાનતાનો અભાવ છે. વધુ ને વધુ મહિલાઓ બજારમાં મહેનતાણાનાં ધારાધોરણો વિશે જાણતી થઈ છે અને વધુ સારી રીતે ભાવતાલ કરતી થઈ છે. તેની બીજી બાજુ કંપનીઓ પણ એક સારા વર્કપ્લેસના સર્જન માટે વિસંગતિઓ સુધારવા તથા પોતાને ત્યાં રહેલા પક્ષપાતનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહી છે."

]]>
Article at Navgujaratsamay.com:51869637Sun, 17 Apr 2016 22:55:36 GMT
વૈશ્વિક બ્રાન્ડ્સનો ઓપ્ટિકલ મોલ બનાવી વિઝન પૂરું કર્યુંhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51869552.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51869593.cms" />2010માં યુ-ટર્ન ઓપ્ટિકલ મોલની સ્થાપના બાદ ઉમેશભાઈએ આઠ સ્ટોર શરૂ કર્યા
હિમાંશુ દરજી > અમદાવાદ

himanshu.darji@timesgroup.com

રાજકોટ નજીકના ગામડાના એક યુવકે કંઇક અલગ કરવાનું નક્કી કર્યું અને બે દાયકાની સખત મહેનત બાદ આજે તેઓ એક ઇન્ટરનેશનલ મોલના માલિક છે જેમાં ચશ્માની લગભગ ૨૫૦ બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, વિશ્વની કોઇ પ્રખ્યાત બ્રાન્ડ તમને કદાચ અમદાવાદમાં કે મેટ્રોમાં ન મળે, પરંતુ રાજકોટમાં ઉમેશભાઈ શેઠના યુ-ટર્ન મોલમાં મળી રહેશે જેમાં રૂ.૨૮ લાખ સુધીના ચશ્માની રેન્જ ઉપલબ્ધ છે. યુ-ટર્ન ઇન્ટરનેશનલ લિ.નામે માત્ર ચશ્મા નહીં પણ ફ્રેમ અને ગ્લાસીસ પણ આ બ્રાન્ડનેમથી વેચાય છે. ઉમેશભાઇ યુ-ટર્ન મોલ બાદ તેમની ઓપ્ટીકલ બ્રાન્ડના ૮ સ્ટોર ખોલી ચુકયા છે. આગામી થોડા સમયમાં અમદાવાદમાં પણ તેમનો બ્રાન્ડ સ્ટોર શરૂ થશે. ઉમેશભાઇ હાલમાં રૂ.૧૦ કરોડના ટર્નઓવરે પહોંચી ચુકયા છે અને હવે તેમનું સ્વપ્ન રાજકોટમાં ગુણવત્તાસભર ચશ્માનું ઉત્પાદન કરવાનું છે. વર્ષ ૨૦૧૮માં રૂ.૨૦૦ કરોડના ટર્નઓવરે પહોંચવાનું વિરાટ લક્ષ્યાંક ધરાવે છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક મોટી ખિલોરી ગામના ઉમેશભાઇ માંડ ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો હતો. યુવાનીમાં તેમણે રાજકોટમાં લેથ મશીન પર રૂ.૧૧ના પગારે મજુરી કરી હતી. નાણાંભીડ એવી હતી કે ઘણી વાર તો સિંગચણા કે બિસ્કીટ ખાઇને દિવસ પસાર કર્યા હતા. આ નોકરીમાંથી પણ એક-બે રૂપિયા કરીને તેમણે રૂ.૩૦૦ બચાવ્યા અને તે સમયે એક નાનકડો કેમેરા ખરીદ્યો. તેમાંથી નાનકડો સ્ટુડિયો પણ ઉભો કર્યો હતો. ફોટોગ્રાફી તરફ વળેલા ઉમેશભાઇને પ્રમાણમાં ઠીક-ઠીક આવક થવા માંડી હતી, પરંતુ તેમના વિચારો સતત કોઇ મોટા કામો માટે પ્રેરણા આપતા હતા. તેવા સમયે તેમના પરિવારના મોટાભાઇ રાજેન્દ્રભાઇની ચશ્માની દુકાન હતી. તેમણે ઉમેશભાઇને ચશ્માની દુકાન શરૂ કરવા માર્ગદર્શન આપ્યું. તે સમયે ૧૯૮૫માં તેમની પાસે માત્ર રૂ.૫,૦૦૦ હતા છતાં તેમણે પુરુષાર્થ કરવાનું નક્કી કરી લીધું હતું. મિત્રો અને ગોંડલ નાગરિક સહકારી બેંક પાસેથી રૂ.એક લાખની લોન લીધી અને ૧૯૯૨માં નાનકડી દુકાનમાં વિઝન ઓપ્ટીકલ સ્ટોર ચાલુ કર્યો. આ સફરમાં તેમના પત્ની નિશાબેને પણ સાથ આપ્યો જેઓ સતત સાથે રહીને સ્ટોર ચલાવતાં હતા. વર્ષ ૨૦૦૦માં ઉમેશભાઇ ઓટોમેટેડ મશીનો વસાવવામાં અગ્રેસર હતા.

ઉમેશભાઇને થયું કે રાજકોટમાં બ્રાન્ડેડ ચશ્માનો મેગા મોલ નથી. આ વાતને ધ્યાનમાં રાખીને ૨૦૧૦માં તેમણે રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ પર યુ-ટર્ન ઓપ્ટીકલ મેગા મોલ ચાલુ કર્યો જે તેમનો ડ્રીમ પ્રોજેકટ હતો. હાલમાં આ સ્ટોરમાં એક લાખ રૂપિયાથી પણ વધુ કિંમતના ચશ્મા મળે છે. વિશ્વની અગ્રણી બ્રાન્ડ્સમાં રેબેન ઉપરાંત તેઓ કાર્ટીયર, મે-બેક, મોં બ્લા, ડી એન્ડ જી, પોલીસ, રીયલ ડાયમંડની સ્વોરોવ્સ્કી, ક્રોમ-હાર્ટસનું પણ વેચાણ કરે છે. એપ્રિલમાં તેઓ અમદાવાદમાં અને પછી મુંબઇ, આણંદ, વડોદરા, સુરત અને ગાંધીધામમાં યુટર્ન બ્રાન્ડ સ્ટોર શરૂ કરવા જઇ રહ્યા છે. ઉમેશભાઇ જણાવે છે, "અમને વિશ્વમાં ફેશન સિટી ગણાતા ઇટલીના મિલાન, લાસવેગાસ અને દુબઇમાં નામના મળી છે. મારૂં સપનું છે કે મારા ૪૫૦ જેટલા બ્રાન્ડેડ સ્ટોર્સ હોય. રૂ.૨૦૦ કરોડનાં રોકાણ સાથે રાજકોટમાં ચશ્માની ઉત્પાદન ફેસિલીટી શરૂ કરવી અને ૧૦,૦૦૦ લોકોને રોજગારી આપવાનો મારો લક્ષ્યાંક છે. ૨૦૨૫ સુધીમાં મારે યુ ટર્નને રૂ.૧,૦૦૦ કરોડની કંપની બનાવવી છે."

ઉમેશભાઇ અને તેમના પત્ની નિશા બેન સમાજને કંઇક આપવાના હેતુથી માતાના નામે સેવાકીય ટ્રસ્ટ પણ ચલાવે છે. હાલમાં પણ તેઓ જરૂરીયાતમંદોને આરોગ્યસેવા આપવાનું કામ કરે છે. ઉમેશભાઇ નાની ઉંમરના હતા ત્યારે તેમના પિતાને આંખની યોગ્ય સારવાર ન મળવાને કારણે દૃષ્ટિ ગુમાવી હતી. હવે તેઓ ગ્રામજનો માટે આંખની છ માળની મોટી હોસ્પિટલ સ્થાપી રહ્યા છે.

]]>
Article at Navgujaratsamay.com:51869552Sun, 17 Apr 2016 22:50:54 GMT
ટીસીએસનો નફો રૂ.6,300 કરોડ રહેશેhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51859140.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51859145.cms" />તાતાની બે કંપનીને $94 કરોડનો દંડ, ટીસીએસ અપીલ કરશે
તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)નો નફો ત્રિમાસિક ગાળામાં ૨.૬૭ ટકા વધીને રૂ. ૬,૩૦૦ કરોડની આસપાસ રહેવાનો અંદાજ છે. જે આગાલ વર્ષના સમાન ગાળામાં રૂ. ૬,૧૧૦ કરોડનો હતો. કંપની સોમવારે તેના ૩૧ માર્ચ ૨૦૧૬ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરશે. વિવિધ બ્રોકરેજ હાઉસોના રિપોર્ટ અનુસાર આઇટી જાયન્ટનો રેવેન્યૂ ગ્રોથ ૩.૪ ટકા વધી રૂ. ૨૮,૩૦૦ કરોડનો થશે. જ્યારે ડોલર વેલ્યૂમાં ૧.૫૪ ટકા વધીને ૪૨૧ કરોડ ડોલરના સ્તરે રહેશે. ગયા વર્ષે કંપનીની રેવેન્યૂ રૂ. ૨૭,૩૬૪ કરોડની થઈ હતી.

સામાન્ય રીતે માર્ચ ત્રિમાસિક ગાળો સ્થાનિક આઇટી ઉદ્યોગ માટે ઠંડો ગણવામાં આવે છે. આથી ટીસીએસના આવક માટે એનાલિસ્ટો અંત્યત સાવચેતી ધરાવે છે. આમ છતાં ગયા શુક્રવારે ઇન્ફોસિસના જાહેર થયેલા પરિણામ ધારણાં કરતાં સારા રહેતાં ટીસીએસ અંગે બજાર આશાવાદી જોવા મળે છે. યશ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ નિતેષા શંકરનું કહેવું હતું કે, અમે ટીસીએસના પરિણામ અંગે આશાવાદી છીયે. કંપનીની ભૂતકાળમાં કપરાં સંજોગોમાં પણ નિર્ધારીત કામગીરી હાંસલ કરવાનો રેકોર્ડ છે. કંપનીનો વ્યાજ અને વેરા અગાઉનો નફો ત્રિમાસિક ધોરણે ૫.૮૩ ટકા વધીને રૂ. ૭,૬૯૪ કરોડનો અંદાજવામાં આવે છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. ૭,૨૭૦ કરોડ હતો.

તાતાની બે કંપનીને $94 કરોડનો દંડ, ટીસીએસ અપીલ કરશે



US ગ્રાન્ડ જ્યૂરીએ ટ્રેડ સિક્રેટને લગતા દાવામાં ભારતના તાતા ગ્રૂપની બે કંપની - તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ અને તાતા અમેરિકા ઇન્ટરનેશનલ કોર્પ. ઉપર ૯૪ કરોડ ડોલરનો દંડ લાદ્યો છે. USના વિસ્કોન્સિન રાજ્યની ફેડરલ ગ્રાન્ડ જ્યૂરીએ એપિક સિસ્ટમ્સના સોફ્ટવેરની નકલ બદલ તાતા ગ્રૂપની બન્ને કંપનીને ૨૪ કરોડ ડોલર અને શિક્ષા તરીકે બીજા ૭૦ કરોડ ચુકવવા માટે આદેશ કર્યો છે. એપિક સિસ્ટમ્સે વર્ષ ૨૦૧૪ના ઓક્ટોબરમાં મેડિસનમાં આવેલી યુ.એસ. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાનૂની દાવો દાખલ કર્યો હતો જેમાં એવું જણાવ્યું હતું કે ડેટા, દસ્તાવેજ, ગૃપ્ત માહિતી અને ટ્રેડ સિક્રેટ એપિકના રહ્યાં હતાં. એપિકનું કહેવું હતું કે ગ્રાહકની સાથે સલાહમસલત કરવા સમયે ટીસીએસે એ ડેટાનો ઉપયોગ કર્યો હતો. એપિકનું કહેવું હતું કે હાલમાં જ અમને માહિતી મળી હતી કે ટીસીએસના કર્મચારીએ ગેરવ્યાજબી પ્રવૃત્તિ આચરી હતી. ટીસીએસનાં એક કર્મચારીનું એકાઉન્ટ ભારત અને અમેરિકાના અનેક સ્થળે વપરાયું હતું અને ૬,૪૭૭ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરાયા હતા. દરમિયાન ટીસીએસે એપિક સિસ્ટમનાં દાવા અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. કંપનીએ એક નિવેદન જારી કર્યું હતું જેમાં તેઓ આની સામે અપીલ કરશે.

]]>
Article at Navgujaratsamay.com:51859140Sat, 16 Apr 2016 22:46:18 GMT
રિલાયન્સ- નેટવર્ક ૧૮ સોદામાં સેટનો પુન:તપાસનો આદેશhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51831682.cmsશેર ખરીદ એગ્રીમેન્ટ પહેલાં જ કંપનીનું નિયંત્રણ લેવાના મામલે સેબી તપાસ કરશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા ૨૦૧૪માં થયેલી શેર ખરીદ અંગેની સમજૂતી પહેલાં જ રાઘવ બહલ પાસેથી નેટવર્ક ૧૮નું નિયંત્રણ લઈ લેવાયું હતું કે કેમ તેની તપાસ માટે ગુરૂવારે સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ(સેટ)એ સેબીને આદેશ આપ્યો છે. નેટવર્ક ૧૮ને હસ્તગત કરનાર કંપની દ્વારા ઓપન ઓફર પ્રાઈસ પણ ઘણી ઓછી નિર્ધારિત કરાઈ હોવા અંગે હોવાના કથિત આક્ષેપો અંગેની સુનાવણી દરમિયાન ટ્રિબ્યુનલે ઉપરોક્ત નિર્દેશ આપ્યાં હતાં. ગત ફેબ્રુઆરી,૨૦૧૨માં ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ (જેમાં મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે) તથા રાઘવ બહલની છ હોલ્ડિંગ કંપનીઓ તથા બહલ ગ્રૂપ વચ્ચે એક રોકાણ કરાર કરાયો હતો. આ કરાર અંતર્ગત ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ ઝીરો કૂપન, ઓપ્શનલી તથા ફૂલી કન્વર્ટિબલ ડીબેન્ચર્સ(ZOCD) દ્વારા છ હોલ્ડિંગ કંપનીઓમાં રોકાણ કરવાનું હતું. દરમિયાનમાં બંને પક્ષો વચ્ચે મે, ૨૦૧૪માં શેર પરચેઝ એગ્રિમેન્ટ થયાં હતાં. ટ્રિબ્યુનલના જણાવ્યાં અનુસાર ZOCD એગ્રીમેન્ટની વિવિધ જોગવાઈઓને ધ્યાનમાં લેતાં પ્રાથમિક દૃષ્ટિએ અમે એવા તારણ પર આવ્યા છીએ કે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ વગર ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ ZOCD એગ્રીમેન્ટ કરી બહલ ગ્રૂપે તેની છ હોલ્ડિંગ કંપનીઓમાંથી હિસ્સો વેચવાનો તથા સાથે સાથે જ ટાર્ગેટ કંપની તથા ટીવી ૧૮નું નિયંત્રણ સોંપવાનો કરેલો નિર્ણય અસામન્ય જ નહીં બલકે વિચિત્ર કહી શકાય. નેટવર્ક ૧૮ના બે શેરધારકો વિક્ટર ફર્નાન્ડિઝ તથા સંગીતા ફર્નાન્ડિઝે સેબી, ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, જેએમ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશ્નલ સિક્યુરિટીઝ તથા નેટવર્ક ૧૮ વિરુદ્ધ અપીલ ફાઈલ કરી હતી. વર્તમાન કેસમાં ટ્રિબન્યુનલે જણાવ્યું હતું કે ટાર્ગેટ કંપની(નેટવર્ક ૧૮)નું નિયંત્રણ સોંપવાની બાબત સેબીના ટેકઓવર અંગેના નિયમો અંતર્ગત કરાયેલી નિયંત્રણ અંગેની વ્યાખ્યામાં આવે છે. સેટના મતે ZOCD એગ્રીમેન્ટમાં આવરી લેવાયેલી વિવિધ જોગવાઈઓ શા માટે ટાર્ગેટ કંપનીનું નિયંત્રણ ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટને આપવાને પાત્ર નથી થતી તેનું કારણ રજૂ કરવામાં સેબી નિષ્ફળ રહ્યું છે. શું ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટે ZOCD કરાર અમલી બનાવવાના બહાને પરોક્ષ રીતે ટેકઓવર નિયમોનું પાલન કર્યા વગર ટાર્ગેટ મીડિયા કંપનીનું નિયંત્રણ લઈ લીધું હતું કે કેમ તેની તપાસ કરવા સેટે સેબીને આદેશ આપ્યો હતો.

]]>
Article at Navgujaratsamay.com:51831682Thu, 14 Apr 2016 23:18:29 GMT
ઇન્ફોસિસ ત્રિમાસિક નફો રૂ.3,400 કરોડ આસપાસ રહેશેhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51831750.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51831778.cms" />ત્રિમાસિક ધોરણે નફામાં ધીમો ગ્રોથ રહેવાનો અંદાજ
ઇન્ફોસિસના ત્રિમાસિક પરિણામ શુક્રવારે જાહેર થશે. જોકે, આ દિવસે શેરબજાર રામ નવમી નિમિત્તે બંધ રહેવાનું હોવાથી પરિણામની સીધી અસર સોમવારે જોવાશે. વિશાલ સિક્કાએ કંપનીનો ભાર સંભાળ્યા પછી કંપનીની કામગીરી માર્કેટના અંદાજો કરતાં સારી જોવાઈ છે. વિવિધ બ્રોકરેજ હાઉસો જેવા કે કોટક સિક્યોરિટીઝ, દેવેન ચોકસી સિક્યોરિટીઝ, એંજલ બ્રોકિંગ, રેલીગેર સિક્યોરિટીઝ, એમકે ઇકવિટી, રિલાયન્સ કેપિટલ વગેરેએ કરેલા અભ્યાસને આધારે ઇન્ફોસિસનો ત્રિમાસિક નફો રૂ. ૩,૨૦૦ કરોડથી લઈને રૂ. ૩,૪૫૦ કરોડની રેન્જમાં રહેશે. જ્યારે કંપનીની રેવેન્યૂ રૂ. ૧૬,૫૦૦ કરોડથી લઈને રૂ. ૧૬,૭૦૦ કરોડની રેન્જમાં જોવાશે. બ્રોકરેજ હાઉસોના રિપોર્ટના અભ્યાસને આધારે એમ કહી શકાય કે છેલ્લા ત્રિમાસિક ગા‌ળામાં ડોલર સામે રૂપિયો નબળો રહેતાં ઇન્ફોસિસની રેવેન્યૂમાં વૃધ્ધિ જોવાશે. આને કારણે રેવેન્યૂ ત્રિમાસિક ધોરણે ૪.૫ ટકાની આસપાસ ગ્રોથ નોંધાવશે. જ્યારે બીજી તરફ આ ગાળામાં ત્રિમાસિક ધોરણે નફો એક- દોઢ ટકાની રેન્જમાં સુધરશે. જોકે વાર્ષિક ધોરણે નફો બે આંકડામાં ૧૨-૧૪ ટકાની રેન્જમાં વધશે. કંપનીનો નફો ત્રિમાસિક ધોરણે ધીમો ગ્રોથ નોંધાવે તેવો અંદાજ મૂકવામાં આવે છે. નબળાં રૂપિયાને કારણે નિકાસમાં વધારો થશે. કંપની નાણાં વર્ષ ૨૦૧૭ માટે ડોલરમાં ૧૧થી ૧૩ ટકાનો ગ્રોથનાં ગાઇડન્સ આપે તેવી અપેક્ષા મૂકાય છે.



Q4માં આઇટી ગ્રોથ સ્થિર રહેશે જાન્યુઆરીથી માર્ચના ચોથા ત્રિમાસિક ગાળામાં આઇટી કંપનીઓનો ગ્રોથ પ્રોત્સાહક નહીં જોવા મળે અને મોટા ભાગે સ્થિર રહેશે એવું અનુમાન એનાલિસ્ટો મૂકે છે. ક્રોસ કરન્સીમાં ફેરફારની આઇટી કંપનીઓ પર ૩૦થી ૬૦ બેસિઝ પોઇન્ટની નકારાત્મક અસર થવાનો અંદાજ છે. ઇન્ફોસિસ પછી ટીસીએસના (૧૮ એપ્રિલ), વિપ્રો (૨૦ એપ્રિલ), સિયન્ટ (૨૧ એપ્રિલ) અને પર્સિસટન્ટ (૨૩ એપ્રિલ)ના પરિણામ જાહેર થશે. ડિસેમ્બરને અંતે ચૈન્નાઈમાં પૂરને કારણે કામગીરીને અસર થઈ હતી જે ત્યારપછીના ત્રિમાસિક ગાળામાં નહીં જોવાય. જેને કારણે ત્રીજા ત્રિમાસિક કરતાં ચોથા ત્રિમાસિક ગાળામાં રેવેન્યૂ સુધરશે. યુરોપના બિઝનેસને કરન્સીની કેવી અસર થાય તેની પર એનાલિસ્ટોની નજર છે.









]]>
Article at Navgujaratsamay.com:51831750Thu, 14 Apr 2016 22:50:52 GMT
ઓસ્ટ્રેલિયામાં અદાણીના પ્રોજેક્ટ સામે નવું કાનૂની વિઘ્નhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51815269.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51815282.cms" />ક્વીન્સલેન્ડના ગેલિલી બેઝિનના પરંપરાગત માલિકોએ આ વિવાદાસ્પદ યોજનાને અપાયેલી લીઝને પડકારી
માઇનિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની અદાણીની ઓસ્ટ્રેલિયા ખાતેની ૨૧.૭ અબજ ડોલરની કોલ માઇન યોજના સામે નવું કાનૂની વિઘ્ન સર્જાયું છે. ક્વીન્સલેન્ડના ગેલિલી બેઝિનના પરંપરાગત માલિકોએ આ વિવાદાસ્પદ યોજનાને અપાયેલી લીઝને પડકારી છે.

વાંગન એન્ડ જેગાલિન્ગો (W&J) પ્રતિનિધિ જૂથે જણાવ્યું છે કે તેણે આ લીઝને ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટમાં પડકારી છે અને ઇન્ટરલોક્યુટરી એપ્લિકેશન દાખલ કરી છે. આ અરજીમાં એવી દલીલ કરાઈ છે કે ક્વીન્સલેન્ડના ખાણ પ્રધાન એન્ટન લિન્હામે ચાલુ મહિને જે માઇનીંગ લીઝ જાહેર કરી છે, તે યોગ્ય રીતે જાહેર કરાઈ નથી. "ક્વીન્સલેન્ડની સરકારે W&Jના લોકોની સંમતિની ગેરહાજરીમાં આ લીઝ જારી કરી છે. અદાણી સાથેનો ઇન્ડિજિનયસ લેન્ડ યુઝ એગ્રીમેન્ટ ત્રણ વખત નકારાયો હોવા છતાં સરકારે આ લીઝ જારી કરી છે," એવું એક નિવેદનમાં જણાવાયું હતું.

W&Jના લોકોએ પાછલા વર્ષની ૧૫ ઓક્ટોબરની તારીખનો એક પત્ર પણ જારી કર્યો છે, જેમાં લિન્હેમે કહ્યું છે કે તમામ કાનૂની જરૂરિયાતો સંતોષજનક રીતે પૂરી થયા બાદ જ લીઝ માટેની અરજીઓની વિચારણા કરાશે. W&Jના પ્રવક્તા એડ્રિઅન બર્રાગબ્બાએ જણાવ્યું છે કે અમે આ ખતરનાક યોજનાને ત્રણ વખત ઔપચારિક રીતે નકારી ચૂક્યાં છીએ, તેવા સમયે લિન્હેમ દ્વારા માઇનીંગ લીઝ જારી થવી એક શરમજનક ઘટના છે.

]]>
Article at Navgujaratsamay.com:51815269Wed, 13 Apr 2016 22:11:12 GMT
EDએ વિજય માલ્યાનો પાસપોર્ટ કેન્સલ કરવા કહ્યુંhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51809794.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51809835.cms" />ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ પાસપોર્ટ ઓફિસને વિજય માલ્યાનો પાસપોર્ટ કેન્સલ કરવા કહ્યું છે
નવી દિલ્હી: ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ પાસપોર્ટ ઓફિસને વિજય માલ્યાનો પાસપોર્ટ કેન્સલ કરવા કહ્યું છે. સૂત્રો મુજબ ઈડીએ સ્થાનિક પાસપોર્ટ ઓફિસને માલ્યાના પાસપોર્ટ પર કાર્યવાહી કરવા કહ્યું છે.

ઈડીએ માલ્યાના પાસપોર્ટને લઈને આ પગલું તેમના દ્વારા સહકાર ન આપવાને કારણે ઉઠાવવા કહ્યું છે. માલ્યા વિરુદ્ધ હવે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ થઈ શકે છે, કેમકે તે લોન ડિફોલ્ટ કેસમાં ઈડીની સમક્ષ હાજર રહ્યા નથી. પૂર્વ લિકર કિંગ માલ્યા પર 17 બેંકોના ગ્રુપનું લગભગ 7000 કરોડ રૂપિયા લેણું છે.

આ પહેલા જાણવા મળ્યું હતું કે, કેન્દ્રિય તપાસ એજન્સી સીબીઆઈને ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ તરફથી માલ્યાના વિદેશમાં કેટલાક ઈન્વેસ્ટમેન્ટ્સ અંગે જાણકારી મળી છે. સીબીઆઈ કિંગફિશર એરલાઈન્સને મળેલા ફંડનું મૂળ શોધવા માટે ચાલતી તપાસ અંતર્ગત હવે ફ્રાંસ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ અને બ્રિટનને ન્યાયિક અનુરોધ કે લેટર રોગેટરી (એલઆર) મોકલવાનો પ્લાન બનાવી રહી છે. સીબીઆઈ માલ્યાપર કિંગફિશર એરલાઈન્સ માટે સરકારી બેંકો તરફથી મળેલી લોનનો અન્યત્ર ઉપયોગ કરવાના લાગેલા આરોપોની તપાસ કરી રહી છે.

ઈકોનોમિક્સ ટાઈમ્સે સૌથી પહેલા અહેવાલ આપ્યા હતા કે સીબીઆઈ 11 માર્ચે ઘણા દેશોને લેટર રોગેટરી મોકલશે. જરૂરી જાણકારી એકઠી કરવા એલઆર જરૂરી હોય છે, કેમકે તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. માલ્યાની કથિત રીતે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને હોંગકોંગમાં ઘણી પ્રોપર્ટીઝ છે. અહેવાલ છે કે, માલ્યા અત્યારે લંડનમાં રહે છે.

ઈડી હવે માલ્યા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કરાવવા માટે મુંબઈ એક સક્ષમ કોર્ટમાં જાય તેવી શક્યતા છે. માલ્યાએ 30મી માર્ચે સુપ્રીમ કોર્ટમાં આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 4,000 કરોડ રૂપિયા રીપેમેન્ટ કરવાનો પ્લાન રજૂ કર્યો હતો. પરંતુ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીવાળા બેંકોના સમૂહે તેમની પ્રપોઝલને ફગાવી દીધી હતી.

(ANIના ઈનપુટ સાથે)

]]>
Article at Navgujaratsamay.com:51809794Wed, 13 Apr 2016 10:11:06 GMT
તાતા સ્ટીલનું રેટિંગ વોચ હેઠળ મુકાયુંhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51800009.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51800019.cms" />
તાતા સ્ટીલ દ્વારા છેલ્લાં કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી પોતાની યુરોપીયન કામગીરીના રીસ્ટ્રક્ચરિંગની જાહેરાતને પગલે ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રીસર્ચે કંપનીને 'રેટિંગ વોચ' પર મુકી છે. એક નિવેદનમાં ઈન્ડિયા રેટિંગ્સે જણાવ્યું છે કે વિદેશી કામગીરીને ઘટાડીને ખોટને ઓછી કરવાનો નિર્ણય તાતા સ્ટીલ માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે, જોકે આ કામગીરી સાથે રહેલી સમયની અનિશ્ચિતતા તેની ક્રેડિટ પ્રોફાઈલની રીકવરીની અપેક્ષાને વિલંબિત બનાવશે. રેટિંગ એજન્સી દ્વારા તાતા સ્ટીલના લોંગ-ટર્મ ઈસ્યુઅર રેટિંગને 'રેટિંગ વોચ ઈવોલ્વિંગ (આરડબલ્યુઈ)' પર મુક્યું છે, અને તેના રેટિંગનું આઉટલૂક નેગેટિવ આપ્યું છે. આ ઉપરાંત કંપનીના તમામ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સને પણ 'રેટિંગ વોચ ઈવોલ્વિંગ (આરડબલ્યુઈ)' પર મુક્યા છે. જેનો અર્થ તેનું રેટિંગ અપગ્રેડ કે ડાઉનગ્રેડ અથવા તો યથાવત્ રહી શકે છે.

]]>
Article at Navgujaratsamay.com:51800009Tue, 12 Apr 2016 22:43:40 GMT
અદાણી ગ્રીને પવન ઊર્જા ક્ષેત્રે પ્રવેશ કર્યો: 70MWનો ઓર્ડર આપ્યોhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51800006.cms
આઇનોક્સ વિન્ડ લિમિટેડને અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડની કંપની અદાણી ગ્રીન એનર્જી તરફથી કુલ 70 મેગાવોટના બે પવન ઊર્જા પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થયા છે. અદાણીએ વિન્ડ ટર્બાઇન જનરેટર્સ માટે કંપનીનો સૌપ્રથમ ઓર્ડર આઇનોક્સ વિન્ડને આપીને પવન ઊર્જા ક્ષેત્રે પ્રવેસ કર્યો છે. આઇનોક્સે BSEને એક યાદીમાં આ માહિતી આપી હતી. આ ઓર્ડર્સ વિન્ડ એનર્જી સેગમેન્ટમાં અદાણી ગ્રૂપના પ્રવેશનું પ્રતિનિધિત્ત્વ કરે છે. આ પૈકીનો પચાસ મેગાવોટનો પ્રોજેક્ટ આન્ધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં આ પ્રોજેક્ટ સ્થપાશે, જ્યારે ૨૦ મેગાવોટનો પ્રોજેક્ટ મધ્ય પ્રદેશમાં આઇનોક્સ વિન્ડની લાહોરી સાઇટ ખાતે સર્જાશે.

]]>
Article at Navgujaratsamay.com:51800006Tue, 12 Apr 2016 22:43:07 GMT
ટાટાએ માત્ર રુ. 95માં વેચી દીધો આખો પ્લાન્ટhttp://navgujaratsamay.indiatimes.com/articleshow/51789828.cms<img src="http://navgujaratsamay.indiatimes.com/photo/51789840.cms" />બ્રિટન સ્થિત પ્લાન્ટને કંપનીએ એક પાઉન્ડમાં ગ્રેબુલને વેચી દીધો
રીબા ઝકરિયા, લંડન: ટાટા સ્ટીલે બ્રિટન સ્થિત પોતાના કારોબારને વેચવાની શરુઆત કરી દીધી છે. ટાટા સ્ટીલે લોંગ પ્રોડક્ટ્સ નામના પોતાના બિઝનેસ યુનિટને ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ગ્રેબુલને માત્ર એક પાઉન્ડ એટલે કે લગભગ રુ. 95માં વેચી દીધો છે. સોમવારે આ સોદા પર હસ્તાક્ષર કરાયા હતા. આ અંગે સ્પષ્ટતા કરતાં ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે, ગ્રેબુલે કંપનીનું દેવું ચૂકવવાની જવાબદારી પણ લીધી છે. માટે એક પાઉન્ડા નોમિનલ રેટ પર જ આખી ડીલ કરાઈ છે. આ ઉપરાંત, ગ્રેબુલ આ યુનિટને આગળ વધારવા માટે 400 મિલિયન પાઉન્ડનું ફંડિંગ પેકેજ પણ તૈયાર કરશે.

ટાટા સ્ટીલ યુરોપ પોતાની લોંગ પ્રોડક્ટસ બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ગ્રેબુલ કેપિટલને વેચી રહી છે. એક દાયકાની નિષ્ફળતાથી કંટાળીને કંપનીએ યુરોપમાંથી પોતાનો બિઝનેસ સમેટવાનો નિર્ણય લીધો છે.

ગ્રેબુલ 400 મિલિયન પાઉન્ડનું ફંડિગ પેકેજ સિક્યોર કરીને યુરોપમાં ટાટા સ્ટીલની એસેટ્સ અને પ્રાસંગિક જવાબદારીઓ સહિત સમગ્ર બિઝનેસ લઈ રહ્યું છે. ડીલ માટે ફાઈનાન્સિંગ મુખ્ય રીતે અલગ-અલગ બેંકો અને ગ્રેબુલ કેપિટલના શેરહોલ્ડર્સ તરફથી કરવામાં આવી રહ્યું છે, જે લોંગ પ્રોડક્ટ્સ બિઝનેસમાં વર્કિંગ કેપિટલ અને ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ્સ માટે ઉપલબ્ધ હશે.

ડીલમાં સ્કનથોપ સ્ટીલ વર્કસ, ટીઝસાઈડ અને ઉત્તર ફ્રાંસ મિલો, વર્કિંગટનમાં એક એન્જિનિયરિંગ વર્કશોપ, યોર્કમાં એક ડિઝાઈન કન્સલ્ટન્સી તેમજ તેની સાથે સંલગ્ન ડિસ્ટ્રિબ્યૂશન ફેસિલિટીઝ સામેલ છે. ટાટા સ્ટીલ યુરોપના સીઈઓ હાંસ ફિશરે જણાવ્યું કે, 'યુરોપમાં વર્તમાન પડકારરૂપ બજારો અને ચીનથી આયાતમાં ઘટાડાને જોતા અમને ખુશી છે કે ટાટા સ્ટીલ યુકે અને ગ્રેબુલ કેપિટલ લોન્ગ્સ સ્ટીલ યુકેમાં શેરહોલ્ડિંગ્સના વેચાણને પુરુ કરવાના છેલ્લા તબક્કામાં પહોંચી ચૂક્યા છે.'

તો ગ્રેબુલ કેપિટલે જણાવ્યું કે, ડીલ 8 સપ્તાહની અંદર પુરુ થવાનું અનુમાન છે. હવે પુરું ધ્યાન ફાઈનાન્સિંગ એરેજમેન્ટ્સ અને કેટલાક પ્રમુખ સપ્લાયરો સાથે કોસ્ટ એગ્રીમેન્ટસ પર રહેલું છે.

]]>
Article at Navgujaratsamay.com:51789828Tue, 12 Apr 2016 05:28:11 GMT