This version of the page http://navgujaratsamay.indiatimes.com/articleshow/44888743.cms (0.0.0.0) stored by archive.org.ua. It represents a snapshot of the page as of 2014-11-16. The original page over time could change.
પીટી ઉષા હવે ગુજરાતમાં કોચિંગ આપશે - NavGujarat Samay
આપ અહીં છો:: હોમ » 
સ્પોર્ટ્સ
 » અન્ય રમતો
 » પીટી ઉષા હવે ગુજરાતમાં કોચિંગ આપશે
Tweet
કૉમેન્ટ પોસ્ટ કરો
ઈમેલ કરો
પ્રિન્ટ કરો
Reduce font size
Increase font size
સેવ કરો
My Saved articles

પીટી ઉષા હવે ગુજરાતમાં કોચિંગ આપશે

આર્ટિકલકૉમેન્ટ

નવગુજરાત સમય. અમદાવાદ

ભારતની મહાન એથ્લેટ પી. ટી. ઉષા એક કોચ તરીકે પણ અસામાન્ય સફળતા હાંસલ કરી રહી છે અને હવે તે ગુજરાતમાં એથ્લેટ્સને તાલીમ આપવાની છે. તાજેતરમાં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જે સફળતા મેળવી છે તેમાંથી કેટલાક એથ્લેટ્સ પી. ટી. ઉષાના હાથ નીચે તૈયાર થયા છે. ભવિષ્યમાં આ પ્રકારની ઇવેન્ટમાં ગુજરાતી ખેલાડી પણ મેડલ જીતે તો નવાઈ નહીં કેમ કે તેના માટેનો તખતો રચાઈ ગયો છે અને વડોદરામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એેસએજી) દ્વારા નવા બંધાયેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં પી. ટી. ઉષા તાલીમ આપશે.

ઉષાએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં અલગ અલગ છ સ્થાને નવમીથી ૧૪મી નવેમ્બર દરમિયાન ટ્રાયલ્સ યોજાનારા છે અને તેમાંથી આગળ આવનારા એથ્લેટ્સને હું તાલીમ આપીશ. ભવિષ્યમાં તેમને ઇન્ટરનેશનલ લેવલ માટે મારે તૈયાર કરવાના છે.

મારા માટે આ નવી જવાબદારી છે અને તેના માટે હું આતુર છું. છેલ્લા એક વર્ષથી એસએજીના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન આ પ્રસ્તાવ સાથે મારી સાથે ચર્ચા કરી રહ્યા હતા પરંતુ તેને આખરી ઓપ અપાતો ન હતો. હવે આ શક્ય બન્યું છે તેમ ઉષાએ ઉમેર્યું હતું.

એક જમાનામાં ભારતની સૌથી ઝડપી દોડવીર તરીકે પંકાયેલી પી. ટી. ઉષાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સ સ્થાપવા માગે છે. જે રીતે કેરળમાં એથ્લેટિક્સ સ્કૂલ છે તે રીતે તેઓ તેમના રાજ્યમાં પણ ભાવિ એથ્લેટને તૈયાર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ યુવાનોને નાની વયથી જ એથ્લેટિક્સ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વડોદરામાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કોમ્પલેક્સની સવલતોથી પી. ટી. ઉષાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેણે જણાવ્યું કે ગયા વર્ષે મેં વડોદરાની મુલાકાત લીધી હતી અને ત્યાંનો ટ્રેક પણ ખૂબ સરસ છે.

પી. ટી. ઉષા છેલ્લા ૧૨ વર્ષથી કેરળમાં ઉષા સ્કુલ ઓફ એથ્લેટિક્સ ચલાવે છે અને તેને ગજબની સફળતા મળેલી છે. આ સ્કુલે નેશનલ લેવલ પર લગભગ ૭૦ મેડલ જીતેલા છે. ટિન્ટુ લુકા અને જેસ્સી જોસેફ જેવી ખેલાડીઓ આ જ સ્કૂલની દેન છે.

હજી બે દિવસ અગાઉ કેરળ સરકારે પી. ટી. ઉષાને બેસ્ટ કોચ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ માટે તેને જી. વી. રાજા એવોર્ડ પણ એનાયત કરાયો હતો.

 
પાછલા સમાચાર
જોહોર કપ : બ્રિટનને હરાવી ભારત ચેમ્પિયન
આગલા સમાચાર
વેતન વિવાદ મુદ્દે હોકી કોચ વોલ્શનું રાજીનામુ

જ્યોતિષ

૧૬ નવેમ્બરનું રાશિફળ

જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે?

  • સૂર્યનું પરિવર્તન દેશ-દુનિયા માટે સ્ફોટક
  • ૧૫ નવેમ્બરનું રાશિફળ
  • ૧૪ નવેમ્બરનું રાશિફળ
  • ૧૩ નવેમ્બરનું રાશિફળ

જોશ-એ-જવાની

કસરત કરવા જેટલું જ ફાયદાકારક છે સેક્સ

સેક્સ આનંદ મેળવવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

  • મોટાભાગના પુરુષ બેડ પર કરે છે આ 10 ભૂલ
  • આટલું કરવાથી ઉત્તેજીત થઈ જાય છે કોઈપણ પુરુષ
  • પ્રેમમાં પડેલા બોય્ઝ આ રીતે કરે છે અક્કલનું પ્રદર્શન
  • આ પાંચ સિમ્પલ સ્ટેપ્સથી કરો તમારા પાર્ટનરને રેડી...

બોલીવૂડ

સલમાનની બહેનના લગ્નમાં આવશે ટોચની હસ્તીઓ

બોલિવૂડ, રાજનીતિ, સ્પોર્ટ્સ અને ઉદ્યોગ જગતના ધુરંધરો જોવા મળશે

  • ‘હું આ રોલ કરવા માટે આતુર હતો’
  • ‘અનુરાગ અને હું એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ’
  • શૂટિંગના 10 દિવસ પછી શિવાની શોમાંથી આઉટ થઈ
  • બિગ બોસ શા માટે કિમ કર્દાશિયનને ઇચ્છે છે?

સ્પીકિંગ ટ્રી

આપણને ચાહતાં આવડતું નથી એટલે આપણે પ્રેમ પામતા નથી

  • સંકટ સમયે માનસિક સંતુલન જાળવી શકે એ સફળ થાય
  • શારીરિક અને માનસિક આરામ મેળવવા ખરેખર શું કરવું જોઈએ?
  • ખલીફાનો જવાબ સાંભળી યહુદી શિષ્ય બની ગયો
  • ઓલ
  • એનજીએસ
  • મારી પ્રોફાઈલ
ટાઈમ્સ પોઈન્ટ વિશે વધુ જાણો
પ્રિય વાચકો, નવગુજરાત.કોમ પર આપના મનપસંદ સમાચાર વાંચવાનું થયું છે હવે વધુ સરળ. હવે આપ આપના કીબોર્ડની એરો કીની મદદથી પણ સ્ટોરી સિલેક્ટ કરીને તેને સરળતાથી વાંચી શકો છો. નવગુજરાતસમય.કોમના ગમે તે સેક્શનની એક સ્ટોરી ખોલીને આપ કીબોર્ડની ડાબી અથવા જમણી કી સિલેક્ટ કરીને વિવિધ સમાચાર જોઈ શકો છો.