This version of the page http://navgujaratsamay.indiatimes.com/articleshow/41022961.cms (0.0.0.0) stored by archive.org.ua. It represents a snapshot of the page as of 2014-09-25. The original page over time could change.
રાજનાથ પુત્ર પર લાંચ લેવાનો આક્ષેપ, ભાજપમાં ખળભળાટ - NavGujarat Samay
આપ અહીં છો:: હોમ » 
રાષ્ટ્રીય
 » રાજનાથ પુત્ર પર લાંચ લેવાનો આક્ષેપ, ભાજપમાં ખળભળાટ
Tweet
કૉમેન્ટ પોસ્ટ કરો
ઈમેલ કરો
પ્રિન્ટ કરો
Reduce font size
Increase font size
સેવ કરો
My Saved articles

રાજનાથ પુત્ર પર લાંચ લેવાનો આક્ષેપ, ભાજપમાં ખળભળાટ

આર્ટિકલકૉમેન્ટ
એજન્સી. નવી દિલ્હી

ગૃહમંત્રી રાજનાથ સિંહનો પુત્ર લાંચ લઈને કામ કરતો હોવાના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. છેલ્લા પંદરેક દિવસથી રાજકીય આલમમાં ચાલી રહેલા આ આક્ષેપ અંગે રાજનાથે હવે મૌન તોડ્યું છે. તેમણે બુધવારે કહ્યું કે જો તેમના પુત્ર પરના આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લેશે. એક અહેવાલ મુજબ એક કેન્દ્રીય મંત્રીના નજીકના સગાએ કોઈ કર્મચારીના પોસ્ટિંગ માટે લાંચ લીધી હતી. અટકળો એવી છે કે આ વ્યક્તિ રાજનાથના પુત્ર પંકજ સિંહ છે. રાજનાથ સિંહે તેમના પુત્ર પંકજ સિંહ પરના આક્ષેપો અંગે કહ્યું કે આ તમામ આક્ષેપ પાયા વગરના છે. દરમિયાન ટાઈમ્સ નાઉ ચેનલે કહ્યું છે કે આ માત્ર અફવાનો મામલો નથી. પંકજ સિંહના રાજકીય આચરણ અને બિઝનેસ ડીલ અંગે સરકાર તરફથી વાત કરવામાં આવી હતી. જોકે વડાપ્રધાન કાર્યાલયે પણ એક નિવેદન જારી કરીને આ વાતને માત્ર અફવા ગણાવી છે.

તાજેતરમાં એવી વાત વહેતી થઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક નેતાઓને અનેક વાર તેમનો વ્યવહાર યોગ્ય ન હોવાનું કહીને ખખડાવ્યા હતા. એક કેન્દ્રીય મંત્રીના નજીકના સગાંએ એક કર્મચારીના પોસ્ટિંગ માટે પૈસા લીધા હોવાની વાત આવી હતી. મોદીએ તેને તાત્કાલિક બોલાવીને ખખડાવી નાખ્યો હતો અને લાંચના પૈસા પાછા આપી દેવા કહ્યું હતું. અટકળો એવી છે કે આ લાંચ લેનારી વ્યક્તિ રાજનાથનો પુત્ર પંકજસિંહ જ હતો.

[વધુ]
રાજનાથે કહ્યું કે છેલ્લાં ૧૦-૧૫ દિવસથી તેમની અને તેમના પરિવાર સામે અનેક અફવાઓ ફેલાઈ રહી છે. શરૂઆતમાં તેના પર ધ્યાન આપ્યું ન હતું પરંતુ આ અફવા આગળ ‌વધતી જ રહી છે જેને કારણે તેમણે વડાપ્રધાન મોદી અને પક્ષના પ્રમુખ અમિત શાહને તેનાથી વાકેફ કર્યા છે. રાજનાથે કહ્યું કે વડાપ્રધાને પણ આ પ્રકારની અફવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તમારી સામે કોણ અફવા ફેલાવી રહ્યું છે તેવા સવાલના જવાબમાં રાજનાથે કહ્યું કે તે કામ તમારી જેવા પત્રકારોનું છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ વિષયે તેમણે સંઘમાં કોઈની સાથે વાત કરી નથી.

 
પાછલા સમાચાર
તમામ લોકોને બેન્કમાં ખાતા ફા‌ળવતી મહત્વાકાંક્ષી યોજના આજથી
આગલા સમાચાર
ફ્લેગ મીટિંગના થોડા કલાકો બાદ જ પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી દીધું

જ્યોતિષ

૨૬ સપ્ટેમ્બરનું રાશિફળ

જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે?

  • ૨૫ સપ્ટેમ્બરનું રાશિફળ
  • હથેળીના રંગથી જાણો ‘એ’ તમારી તરફ આકર્ષિત થશે કે નહીં
  • ૨૪ સપ્ટેમ્બરનું રાશિફળ
  • ૨૩ સપ્ટેમ્બરનું રાશિફળ

જોશ-એ-જવાની

યૌન શક્તિ વધારવાની સરળ રીતો

જો તમે તમારી સેક્સ લાઈફથી સંતુષ્ટ નથી તો અપનાવો આ સરળ પદ્ધતિઓ

    બોલીવૂડ

    મંગળ મિશનની સફળતાને બોલિવુડે જોરશોરથી વધાવ્યું

    મંગળ મિશનમાં સફળતા ભારત માટે ઐતિહાસિક પળ: બિગ બી

    • મન મૂકીને ઝૂમ્યા શાહરૂખ અને દીપિકા
    • ક્લોડિયા દેશી અવતારમાં
    • ‘બેંગ બેંગ’માં કેટરિના જુદા જુદા અવતાર્સમાં
    • હવે ‘પ્યાર કા પંચનામા’ની સીક્વલ બનશે

    સ્પીકિંગ ટ્રી

    બળું ભલે પણ બાળું નહીં કોઇને, હે મા ! મને ખોળે લેજે :

    • વિજેતા પુરુષાર્થી પોતાની શક્તિ પ્રમાણે પરિસ્થિતિઓ બદલી નાખે
    • વિજ્ઞાનીની જીદ વિશ્વને નવી ક્રાન્તિકારી ભેટ આપી ગઇ
    • ભીષ્મએ યુધિષ્ઠિરને જણાવી હતી સેક્સ વિશે અનોખી વાત
    • ઓલ
    • એનજીએસ
    • મારી પ્રોફાઈલ
    ટાઈમ્સ પોઈન્ટ વિશે વધુ જાણો