This version of the page http://navgujaratsamay.indiatimes.com/articleshow/38149340.cms (0.0.0.0) stored by archive.org.ua. It represents a snapshot of the page as of 2014-08-04. The original page over time could change.
ચાતુર્માસ આજથી : ૧૫૦૦થી વધુ સાધુ-ભગવંતોની સ્થિરતા - NavGujarat Samay
આપ અહીં છો:: હોમ » 
અમદાવાદ
 » અન્ય સમાચાર
 » ચાતુર્માસ આજથી : ૧૫૦૦થી વધુ સાધુ-ભગવંતોની સ્થિરતા
Tweet
કૉમેન્ટ પોસ્ટ કરો
ઈમેલ કરો
પ્રિન્ટ કરો
Reduce font size
Increase font size
સેવ કરો
My Saved articles

ચાતુર્માસ આજથી : ૧૫૦૦થી વધુ સાધુ-ભગવંતોની સ્થિરતા

આર્ટિકલકૉમેન્ટ
નવગુજરાત સમય > અમદાવાદ

જૈન ચાતુર્માસનો શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ(રાજનગર)માં ત્રણ ગચ્છાધિપતિભગવંત સહિત ૩૦થી વધુ આચાર્ય ભગવંતો સહિત અંદાજે ૧૫૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની સ્થિરતા રહેશે. આ વર્ષે શુક્રવાર અને ચાતુર્માસનાં પર્વનો વિશિષ્ટ સંયોગ સર્જાયો છે.

અષાઢ સુદ ચૌદશ, તા.૧૧મી જુલાઇનાં રોજ જૈન ચાતુર્માસનો પ્રારંભ થશે. સાથે જ પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ શ્રાવણ વદ બારશ, તા.૨૨મી ઓગસ્ટ, શુક્રવારનાં રોજ થશે. જ્યારે ભાદરવા સુદ ચતુર્થી, સંવત્સરી ૨૯મી ઓગસ્ટે આવી રહી છે. બેસતુ વર્ષ અને બેસતો મહિનો કે જે દિવસે મહામાંગલિક થાય છે, તે દિવસે પણ કારતક સુદ એકમ, તા.૨૪મી ઓક્ટોબરનાં રોજ પણ શુક્રવાર છે. જોકે, ચાતુર્માસની સમાપ્તિનાં દિવસે કારતક સુદ ચૌદશ, તા.૫ નવેમ્બરે બુધવાર આવે છે.

[વધુ]
શહેરમાં બિરાજમાન શાસન સમ્રાટ સમુદાયનાં આચાર્ય ગચ્છનાયક, આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે પાપમયી પ્રવૃત્તિનો ત્યાગ કરીને ધર્મમય પ્રવૃત્તિનો પ્રારંભ કરવાનો અવસર એટલે ચાતુર્માસ. આરંભ અને સમારંભનો ત્યાગ કરીને સંવરની સાધના કરવાનો સુઅવસર એટલે ચાતુર્માસ. ચારેબાજુની દોડાદોડી મૂકી દઇ સ્થિરતાપૂર્વક અધ્યાત્મમાર્ગમાં આગળ વધવા માટેનો વિશિષ્ટ સમયગાળો એટલે ચાતુર્માસ છે. તેમણે જણાવ્યું કે જૈન ધર્મના આગમ ગ્રંથોમાં ત્રણેય ઋતુને ચૌમાસી કાળ તરીકે બતાવ્યા છે.

આ સમયમાં વાતાવરણને કારણે વધુમાં વધુ જીવોત્પત્તિ થતી હોવાથી એક જ સ્થાને સ્થિરતા કરવાની હોય છે. આ દિવસોમાં ખાસ કરીને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાનો ખાસ નિષેધ છે. સાથે જ દીક્ષા પણ આ દિવસોમાં ગ્રહણ થઇ શકતી નથી.

ત્રણ ગચ્છાધિપતિ ભગવંતોની સ્થિરતા અમદાવાદમાં વિક્રમ સંવત-૨૦૭૦માં ત્રણ ગચ્છાધિભગવંતોની સ્થિરતા છે. જે અંતર્ગત, ગચ્છનાયક આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. - દેવબાગ આરાધના ભવન, પાલડી, ગચ્છાધિપતિ આચાર્ય વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. આચાર્ય જયસુંદરસૂરીશ્વરજી મ.સા. આંબાવાડી જૈન સંઘ, આંબાવાડી અને ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા., સાબરમતી(રામનગર) જૈન સંઘ, ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસર, સાબરમતીનો સમાવેશ થાય છે.
 
પાછલા સમાચાર
ઓનલાઇન શોપિંગ પોર્ટલ સામે વધતી ચિટિંગની ફરિયાદો
આગલા સમાચાર
50 પેઇન્ટર્સનું ‘પરાક્રમ’ એટલે સ્ટ્રેન્થ એન્ડ ગુડ વિનિંગ ઓવર એવિલ

જ્યોતિષ

૪ ઓગસ્ટનું રાશિફળ

જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે?

  • ૩ ઓગસ્ટનું રાશિફળ
  • ૨ ઓગસ્ટનું રાશિફળ
  • 1 ઓગષ્ટનું રાશિફળ
  • ૩૧ જુલાઈનું રાશિફળ

જોશ-એ-જવાની

તમારા બોયફ્રેન્ડને આવું ક્યારેય ન કહો

ભલે તમારા દિલ ગમે તેટલા મળી ગયા હોય પરંતુ કેટલીક વાત તમારા પુરતી જ સીમીત રાખો

  • પોર્ન એડિક્શન બનાવી શકે છે મહિલાઓને હાયપરસેક્સ્યુઅલ
  • પરિણીત મહિલાઓ કેવા સંજોગોમાં આપે છે પતિને દગો?
  • 'નો-સેક્સ' માટે પત્નીએ બનાવ્યા અઢળક બહાના
  • બોય્ઝે આવી છોકરીઓથી દુર જ રહેવું જોઈએ

બોલીવૂડ

બોલિવૂડ-ઉદ્યોગોનો ખરા દિલથી આભાર: કબડ્ડી હવે લોકપ્રિય બની રહી છે!

કેટલાંક લોકો તો એવું માની રહ્યાં છે કે ક્રિકેટના લોકપ્રિય એવા ટૂંકા સ્વરૂપ (ટ્વેન્ટી-ટ્વેન્ટી)ને પણ કબડ્ડી પડકારી શકે એમ છે

  • સસરા મારા અને સૈફ માટે ગૌરવ સમાન : કરીના
  • શાહરુખ ‘ગોટ ટેલન્ટ વર્લ્ડ સ્ટેજ લાઇવ’નો હોસ્ટ બનશે
  • સ્ટાર્સ મૂવી પોસ્ટર્સ માટે ન્યૂડ થયા
  • લિવ, લવ અને લાફ માટે શાન તૈયાર

સ્પીકિંગ ટ્રી

બધું અનુકૂળ હોવા છતાં માણસને હરિ ભજવાનો સમય મળતો નથી

  • કર્મયોગી બનવા સાત સૂત્રોનું પાલન જરૂરી
  • ભયને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરો, તેનાથી છટકવાનો નહીં
  • પરમવીર ચક્ર સ્વીકારવાની એક જનરલે જ્યારે ના પાડી